ગોધરા: LCB એ સીકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો, ₹8.43 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગોપીપુરા ચાર રસ્તા પાસેથી સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત કુલ ₹8.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં ભાવનગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં થયેલી કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરીના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પોલીસ અધિક્