મહેસાણા: માનવઆશ્રમ નજીકની સોસાયટીનો રસ્તા વિવાદ ધરતી સોસા.-2ને નેળિયામાં અવર- જવર માટે રસ્તો ખુલ્લો રાખવા આદેશ
મહેસાણા માનવઆશ્રમ નજીક ઝીલ કોમ્પલેક્ષની બાજુમાં જૂના નેળિયાના રસ્તાથી હેરીટેજ સિટી સહિતની સોસાયટીના રહીશો અવરજવર કરે છે. ત્યાં ધરતી સોસાયટી વિભાગ- 2એ ગેટ ઊભો કરી રસ્તો બંધ કરી દેતાં વિવાદ સર્જાયેલો છે. આ અંગે નગરપાલિકામાં રજૂઆત પછી સાત દિવસમાં ગેટ કાઢી નાંખવા સૂચના • અપાઈ હોવા છતાં ગેટ કાઢ્યો નથી. આથી શુક્રવારે નગરપાલિકાએ ફરી - ધરતી સોસાયટી-2ના હોદ્દેદારોને -રસ્તો ખુલ્લો રાખવા તાકીદ કરી છે.