કાલોલ: કાલોલ એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય: શૌચાલયની અસહ્ય દુર્ગંધથી મુસાફરો અને કેન્ટીન સંચાલક, દુકાનદારો ત્રાહિમામ
તાલુકા મથક એવા કાલોલ શહેરનું એસટી બસ સ્ટેશન હાલ તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યું છે. સ્માર્ટ સિટી અને સ્વચ્છતા અભિયાનના મોટા-મોટા દાવાઓ વચ્ચે કાલોલ એસટી ડેપોમાં પાયાની સુવિધાઓનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. ડેપો પરિસરમાં આવેલા જાહેર શૌચાલયમાં નિયમિત સાફ-સફાઈ ન થવાને કારણે ભારે ગંદકી અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મુસાફરોના જણાવ્યા અનુસાર, શૌચાલયમાંથી નીકળતી દુર્ગંધ એટલી તીવ્ર છે કે તેની