વિજાપુર: વિજાપુર એપીએમસીમાં મગફળીની આવકમાં ઘટાડો, ભાવ સારા મળતાં ખેડૂતો ખુશ 20 નંબર મગફળીનોભાવ રૂ. 1250, 24 નંબરનો 1565 બોલાયો
વિજાપુર એપીએમસી માર્કેટ યાર્ડમાં હાલ મગફળીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ જ્યાં દૈનિક આશરે 10 હજાર બોરી મગફળીની આવક થતી હતી, ત્યાં હાલમાં આવક ઘટીને અંદાજે 4 હજાર બોરી સુધી સીમિત રહી છે. તેમ છતાં મગફળીના ભાવ સારા મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.માર્કેટ યાર્ડમાં 20 નંબર મગફળીનો ભાવ રૂ. 1100 થી 1350 સુધી બોલાયો હતો, જ્યારે 24 નંબર મગફળીનો ભાવ રૂ. 1250 થી 1565 સુધી ભાવ આજરોજ ગુરુવારે સાંજે ચાર કલાક સુધી સીમિતરહ્યો હતો.