કડી તાલુકાના થોળ ગામે એક ફાર્મ હાઉસમાં આઈ શ્રી સોનલબાઈ માતાજીની 102 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા ભવ્ય લોક ડાયરામાં કથાકાર જીગ્નેશ દાદા ,ગુજરાત રાજ્યના મંત્રી જીતુ વાઘાણી તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપરાંત જીગ્નેશ કવિરાજ,નીતિન બારોટ,રાકેશ બારોટ અને ભજનિક ગોપાલ સાધુ સહિતના આમંત્રિત કલાકારો અને મંત્રી તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.