ગોધરા: પંચમહાલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: 17 અરજદારોની રજૂઆતો સાંભળી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ
પંચમહાલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: 17 અરજદારોની રજૂઆતો સાંભળી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ,પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન કુલ 17 અરજદારોની વિવિધ રજૂઆતો રૂબરૂ સાંભળવામાં આવી હતી. અરજદારોએ રોડ-રસ્તા, પીવાના પાણી, વીજળી, દબાણ, મોબાઈલ ટાવર તેમજ જંગલની જમીન સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી.