ગાંધીનગર: રાજ્ય કક્ષાની વોટર સેડ યાત્રાનો પ્રારંભ સેક્ટર 17 ટાઉનહોલ ખાતેથી કૃષિ મંત્રીએ કરાવ્યો
રાજયના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે વોટર શેડ યાત્રાને લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરાવ્યું એ વેળાએ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ કમિશનર અને સચિવ શ્રીમતી મનીષા ચંદ્રા, અધિક ગ્રામ વિકાસ કમિશનર અને ગુજરાત સ્ટેટ વોટર મેનેજમેન્ટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી સુજલ મયાત્રા, ગાંધીનગર જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ પણ જોડાયા હતા.