જેસર: જેસર તાલુકાના બીલા ગામે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી !
જેસર તાલુકાના બીલા ગામે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી સામે આવી ! બીલા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા ગયેલા એક દર્દીને બોટલ અને ઈન્જેક્શન આપવામાં આવ્યા બાદ ગંભીર રિએક્શન આવ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આક્ષેપ મુજબ, દર્દીની હાલત બગડતા ત્યાં હાજર ડોક્ટર અને નર્સ દ્વારા જવાબદારી સ્વીકારવાને બદલે પરિવારજનોને કહેવામાં આવ્યું કે “અમારાથી કંઈ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરી લો, અમે જવાબદાર નથી.” આ પ્રકારના બેદરકાર વલણથી દર્દ