કવાંટ: કવાંટના સિંગલકુવા ખાતે આંગણ મિલન સેવા અને પોષણ માસની ઉજવણી
કવાંટના સિંગલકુવા આંગણવાડી ખાતે ‘આંગણ મિલન સેવા’ અને ‘પોષણ માસ’ કાર્યક્રમ યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાળશક્તિનું વિતરણ કરાયું અને આંગણવાડી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું.