મણિનગર: કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર સામે નોંધાયો વધુ એક ગુનો
આજે બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ ACP E ડિવિઝન વાણી દુધાતે માહિતી આપતા જણાવ્યુ હતુ કે મોન્ટુ નામદાર સામે વધુ એક ગુનો નોંધાયો છે.મોન્ટુ સહિત 3 વ્યક્તિઓએ ખાડિયામાં ઉત્પાદ મચાવ્યો હતો.કંટ્રોલ મેસેજ આધારે ખાડિયા પોલીસ મોન્ટુને પકડવા ગઈ હતી.પોલીસને જોઈ ભાગવા જતા મોન્ટુ ધાબા પરથી પટકાયો હતો.દારૂના નશામાં હોવાથી અલગથી પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો છે.મોન્ટુ સામે અત્યાર સુધી 9 અલગ અલગ ગુના નોંધાયેલા છે.