કાલોલ: કાલોલ તાલુકા પંચાયતમાં પીવાના પાણીના કુલર શોભાના ગાંઠીયા સમાન: કાળઝાળ ગરમીમાં અરજદારો હેરાન
હાલ સૂર્યદેવ પ્રકોપ વરસાવી રહ્યા છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં સરકારી કચેરીઓમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકો માટે પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની વ્યવસ્થા હોવી પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં લાખોના ખર્ચે મુકાયેલા વોટર કુલર હાલ બિનકાર્યક્ષમ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. કાલોલ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પંચાયત કચેરીએ વિવિધ કામો માટે આવતા હોય