ખંભાત: રાલેજ ગામે કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રિસભા યોજાઈ.
Khambhat, Anand | Oct 15, 2025 વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિકાસ રથ ખંભાત તાલુકાના રાલેજ ગામે આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતુ.બાદમાં કે. ડી. પટેલ હાઈસ્કૂલ રાલેજ ખાતે કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ હતી.રાત્રિ સભા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડીડીઓ, નાયબ કલેકટર, મામલતદાર, વિસ્તરણ અધિકારીઓ, જિલ્લા પ્રમુખ, તલાટી મંત્રીઓ,સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.