મોડી રાત્રે ગોધરા તાલુકાના ગોવિંદી ગામે ગામમાં એક મકાન ની પાછળ આવેલ ખેતર માં મગર ઘુસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો માં અફરા તફરી મચી હતી મગર ની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને થતા ગૌતમભાઈ સોલંકી આકાશ ભોઈ અને અમિત પરમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અને મગર નું રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યું હતું આમ મગર નું રેસ્ક્યુ થતાં ગામ લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો