દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગરાડીયા ગામે મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં રસ્તાની સાઈડમાં આવેલ સાઈન બોર્ડ સાથે મોટરસાઈકલ ધડાકાભેર અથડાવતાં મોટરસાઈકલના ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
સંજેલીના કરંબા ગામે ગુંદી ફળિયામાં રહેતાં ૨૭ મેહુલભાઈ ઈશ્વરભાઈ ડામોર ગત તા.૧૦મી જુલાઈના રોજ નંબર વગરની મોટરસાઈકલ લઈ સંજેલીના ગરાડીયા ગામે રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. મેહુલભાઈ ડામોરે મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ રસ્તાની સાઈડમાં આવેલ સાઈન બોર્ડ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે મેહુલભાઈ ડામોરને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતાં જ્યાં રસ્તામાં મેહુલભાઈ ડામોરનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે ઈશ્વરભાઈ કીડીયાભાઈ �
Dohad, Dahod | Jul 12, 2026