ઘાટલોડિયા: વસ્ત્રાપુરમાંથી એક્ટિવા ચોરી કરનાર આરોપી ઝડપાયો , પુછપરછમાં થયો ખુલાસો
ઝોન-3 એલસીબીએ ઓનલાઈન એવિએટર ગેમની લતમાં દેવું થઈ જવાથી ઘરફોડ અને વાહન ચોરી કરનાર મિતેષકુમાર રાણા નામના શખ્સની ધરપકડ કરી છે. 10 મહિનાથી ગુમ આ આરોપી પાસેથી વસ્ત્રાપુરથી ચોરાયેલું એક્ટિવા મળી આવ્યું છે. પૂછપરછમાં તેણે અસલાલીમાં સગા માસીના ઘરે સોનાની ચોરી કર્યાની પણ કબૂલાત કરી છે. અગાઉ તેના પર ખાડિયા અને વટવા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.