જોટાણા: ગોવિંદવાડી કટોસણ ખાતેથી વિદેશી દારૂના કટીંગ સમયે જિલ્લા LCBએ રેડ પડી કુલ રૂ.15.40 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદવાડી(કટોસણ) ખાતે વિદેશી દારૂનું કટીંગ થઈ રહ્યું છે તે બાતમીને આધારે જિલ્લા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસોએ રેડ પાડી હતી.રેડ દરમિયાન વિદેશી દારૂનું કટિંગ કરનાર ઈસમો ફરાર થઈ ગયા હતા.જ્યારે જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂની બોટલો 136 નંગ તેમજ બિયરનાં 2100 નંગ મળી કુલ રૂપિયા15,40460 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.LCB પોલીસે ફરાર 6 સામે ગુનો નોંધ્યો હતો.