પુણેના લોહગઢ કિલ્લા પર યુવકના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો
પોલીસનો દાવો – મંગેતર અને તેના કથિત પ્રેમીએ મળીને યુવકને કિલ્લેથી ધક્કો મારી હત્યા કરી.....
પુણેના લોહગઢ કિલ્લા પર થયેલા યુવકના મોતના મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જે ઘટનાને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહી હતી, તે હકીકતમાં કથિત હત્યાનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે.......
આરોપ છે કે મંગેતરે પોતાના કથિત પ્રેમી સાથે મળીને 26 વર્ષીય કેતન અગ્રવાલને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેનું મોત થયું હતું......
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.......
Udhna, Surat | Jun 23, 2026