પોશીના: તાલુકામાં ખરીફ પાકનું 892 હેકટર જમીનમાં વાવેતર થયું..!
પોશીના તાલુકા સહિત જિલ્લામાં જૂન ના પ્રારંભે જ વરસાદ ચાલુ થયો તે જુલાઈમાં પણ વરસી રહ્યો હોવાને લઇ ખેતીમાં વાવેતર કરવા ઉગાડ ન નીકળતા ખરીફ પાકો નું વાવેતર થઈ શક્યું નથી ત્યારે આજે સાંજે 4 વાગે મળેલ માહિતી પ્રમાણે 892 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે.આમ ગત વર્ષ ની સરખામણીએ ચાલુ સાલે સરેરાશ 20 ટકા ઓછી પોશીના તાલુકા માં ખરીફ પાકો નું વાવેતર થયું છે.આગામી સમયમાં વરસાદ બંધ થતાં નવું વાવેતર થશે.