સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે લુવાણા સમાજમાં પ્રથમવાર લોકશાહી ઢબે ચૂંટણી યોજવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો
સમાજના જાગૃત નાગરિકો અને શ્રેષ્ઠીઓએ એકસૂરે અવાજ મિલાવીને આ સકારાત્મક પરિવર્તનને આવકાર્યો છે અને સત્તાવાર રીતે ચૂંટણી યોજવાની જાહેરાત કરી
આગામી સમયમાં યોજાનારી આ ચૂંટણી માટે 'રઘુકુલ ધનુષ'ના નિશાન સાથે ૧૧ ઉમેદવારોની એક મજબૂત પેનલ મેદાનમાં ઉતારવામાં આવી
આ પેનલને ભવ્ય જીત અપાવવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં ઉમેદવારો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું
જ્ઞાતિ અને સમાજના લોકોએ પણ હવે પરંપરાગત પ્રથામાંથી બહાર આવીને નવા ઉમેદવારોને હોદ્દેદારો તરીકે સ્વીકારવાની અને સમાજનું નેતૃત્વ સોંપવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે
આ આગામી તારીખ 19 જુલાઈ નાં રોજ ચૂંટણી યોજાશે
ચૂંટણીને લઈને સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ...