ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાના સત્વરે અમલ માટે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરિપત્રના અમલને લઈને વિજાપુર પોલીસ મથકના જવાબદાર પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમનું વર્ક બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગોગા સ્ટીક, રોલીંગ પેપર અને સ્મોકીંગ કોનના સંદર્ભે સઘન ચેકિંગ આજરોજ બુધવારે બપોરે ત્રણ થી સાંજે પાંચ કલાક સુધી હાથ ધરવામાં આવ્યું હતું.100 જેટલી દુકાનો ચેકીંગ કરવામાં આવ્યુ હતું.