વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ યાર્ડ ખાતે આજરોજ બુધવારે બપોરે 12 કલાકે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સહકારીતા સ્નેહ સંમેલન તથા ખેડૂત સંમેલન સફળતાપૂર્વક યોજાયું હતું. સંમેલનમાં ધારાસભ્ય સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકર્તા ઓ હાજર રહ્યાં હતા.સંમેલનમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સહકારીતા સંબંધિત યોજનાઓની માહિતી આપવામાં આવી હતી