પોલિસ કર્મી ઓ ને બાતમી મળેલ કે એક ઇસમ નામે સુનીલ સન/ઓફ અમરતભાઈ સવજીભાઈ જાતે વાઘરી (દેવીપુજક) રહે, બ્લોક નંબર-૫૯ મ.નં-૧૧ કિશનવાડી વુડાના મકાન વડોદરા શહેરનાઓ એક ચોરીની એકટીવા ટુ-વ્હીલર સફેદ કલરની લઇને કિશનવાડી વુડાથી નીકળી નવજીવન તરફ જવાનો છે જેને બદનમા કાળા કલરનુ જેકેટ તથા આછા વાદળી કલરનુ શર્ટ તેમજ સફેદ કલરનું પેન્ટ પહરેલ છે જે બાતમી આધારે નવજીવન રોડથી અંદરના ભાગે રોડ ઉપર ગુપ્ત વોચમા છુટા છવાયા ગોઠવાઇ જતા આ ઈસમ આવી પહોંચતા તેને ઝડપી લેવાયો.