અમદાવાદમાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. વહેલી સવારે લગભગ ૭ વાગ્યે શેલા તરફ જતા યોગ સર્કલ પર મર્સિડીઝ અને કિયા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં બંને કારના કુચ્ચા વળી ગયા હતા. સદનસીબે કાર ચાલક મહિલા સહિત મર્સિડીઝના મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.