ખંભાત નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન 60 GSMથી ઓછી જાડાઈ ધરાવતા અને સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલા પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ ઝડપાયા હતા.નિયમ ભંગ કરનારાઓ 24 જેટલા એકમો પાસેથી કુલ ₹18,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.