સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ નજીક એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતકની ઓળખ સતીશ મરાઠે ઉર્ફે બટકા તરીકે થઈ છે. અજાણ્યા હુમલાખોરોએ જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સતીશનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે તેમજ આસપાસના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.
Udhna, Surat | Aug 6, 2026