અમદાવાદ શહેર: શહેરમાં રામોલમાં વાંચ રોડ પર SMCએ દારૂની હેરાફેરી ઝડપી, ટ્રક સહિત રૂ. 83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના રામોલમાં વાંચ રોડ પર સ્ટેટ મોનીટરીંગ સેલે મંગળવારે વહેલી સવારે દરોડા પાડી ટ્રકમાં દારૂની હેરાફેરી ઝડપી છે. ભૂસાના બોક્સની આડમાં સંતાડેલી 48 લાખની કિંમતની દારૂની 19815 બોટલ ઝડપાઈ છે. ટ્રક સહિત 83 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને રાજસ્થાનનો જયકિશન જાટ નામનો ડ્રાઈવર ઝડપાયો છે. જોકે રાજસ્થાનથી દારૂ મોકલનાર સંજય સિંહ અને રામોલમાં દારૂ મંગાવનાર સહિત 5 આરોપીઓ ફરાર છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.