વાલિયા: વાલિયા યુવા ભાજપ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
Valia, Bharuch | Jan 12, 2026 આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે યુવા પ્રમુખ પ્રદીપસિંહ ભરથાણીયા,મહામંત્રી બળવંત વસાવા,શાંતિલાલ વસાવા,જીગર વસાવા તેમજ પ્રકાશ વસાવા સહિતના કાર્યકરોએ સ્વામી વિવેકાનંદની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.