મહેસાણા શહેર: ચોરી થયેલ મો.સા. સાથે આરોપી ઝડપાયો: બહુચરાજી પોલીસે અમદાવાદના ગુનાનો ભેદ ઉકેલ્યો
Mahesana City, Mahesana | Nov 28, 2025
બહુચરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ સ્ટાફને એક સંયુક્ત ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, એક ઇસમ પાસે ચોરી કે છળકપટથી મેળવેલ એક મોટરસાયકલ છે અને તે હાલમાં સાપાવાડા ચોકડી ઉપર ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હકીકતવાળી જગ્યાએ પહોંચી વર્ણન મુજબના ઇસમને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતાં પકડાયેલ ઇસમ પાસેથી બજાજ કંપનીનું મળી આવ્યું હતું.