ભુજ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા કક્ષાની મતદાન જાગૃતિ રેલી યોજાઈ
Bhuj, Kutch | Apr 9, 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા કક્ષાની મતદાન જાગૃતિ રેલી યોજાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ના મતદાન પૂર્વે કચ્છના ભુજ ખાતે જિલ્લા કક્ષાની મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનમાં નવા મતદારો અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે હેતુથી મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ અભિયાન દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.