કાલોલ: નાની શામળદેવી ગામે અધિક જેઠ સુદ બીજના દિવસે રામદેવજી મહારાજના મંદિરે મહાઆરતી યોજાઈ
કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે અધિક જેઠ સુદ બીજના પાવન દિવસે રામદેવજી મહારાજના મંદિરે ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય મહા આરતી યોજાઈ હતી.આ પવિત્ર પ્રસંગે ગામના ભક્તો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહા આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભાવભેર આરતી કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ધાર્મિક માહોલમાં આનંદ વ્યક્ત કર્યો.