વિજાપુર તાલુકાના જેપુર ફલૂ ગામની હદમાં આવેલા તળાવમાં ડૂબવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે.ગઈકાલે સાંજના સમયે સિંઘોડા વીણવા માટે તળાવ પાસે ગયેલા યુવકનો પગ અચાનક લપસતા તે તળાવના ઊંડા પાણીમાં ફસાઈ ગયો હતો. યુવક તળાવમાં ડૂબ્યો હોવાની જાણ થતાં નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આજે વહેલી સવારે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી.મૃત યુવકનુ પીએમ આજરોજ બુધવારે બપોરે ત્રણ કલાકે કર્યુ હતુ.