જેસર: જેસર તાલુકાના તાતણીયા ગામે નેક કામની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું
જેસર તાલુકાના તાતણીયા ગામે નેક કામની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મીટીંગમાં ખાસ ઉપસ્થિત પીરે તરીકત સરકાર સૈયદ અહેમદ મુનીર બાપુ કાદરી હાજર રહ્યા હતા . તેમણે પોતાના માર્ગદર્શનસભર પ્રવચનમાં નેક કામ, સમાજસેવા, ભાઈચારો અને માનવતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી.