સુરેન્દ્રનગર : રહેણાંક મકાનમાં લાગી આગ, ઘરવખરી બળીને ખાખ સુરેન્દ્રનગર શહેરની રાધે ટેનામેન્ટ સોસાયટી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગના શીખાં ઉપરના માળ સુધી પહોંચતાં પડોશીઓમા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક મહાનગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.