ગોધરા: મારામારી, રાયોટિંગ અને પશુ ક્રૂરતાના ૩ ગુનાઓમાં ૧ વર્ષથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી સિગ્નલ ફળીયા ગરનાળા પાસેથી ઝડપાયો
પંચમહાલ LCB એબાતમીના આધારે, મારામારી, રાયોટિંગ અને પશુ ક્રૂરતાના ત્રણ ગંભીર ગુનાઓમાં એક વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ઓવેશ ઉર્ફે જુનેદ મહોમદ હનીફ દુર્ગાને ઝડપી પાડ્યો છે. LCB ASI નરેન્દ્રસિંહને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે સીમલા ગરનાળા રોડ પર ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો આરોપી ત્યાં નજરે પડતાં જ પોલીસે તેને ઘેરીને હસ્તગત કર્યો હતો. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ