લહેરીપૂરા-અંબાવ વચ્ચે રોડ પર મહિલા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈને રસ્તાની બાજુમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે સ્થળ પર દોડી આવેલા લોકો દ્વારા બે મહિલાઓને કારમાંથી બહાર કાઢવામાં આવી છે. સદનસીબે કારમાં સવાર બન્ને મહિલાઓનો આબાદ બચાવ થયો છે.