કડી: મતદાર યાદીની ખાસ સઘન સુધારા અંતર્ગત SIR ની પ્રક્રિયા પૂર્ણ,નવી મતદાર યાદીમાં કડી તાલુકામાંથી 33,574 મતદાર ના નામ કમી
કડી વિધાનસભા મતદારયાદીની ખાસ સઘન સુધારા પ્રક્રિયા એટલે કે SIR 2026 અંતર્ગત નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 1 જાન્યુઆરી 2026 ની લાયકાત તારીખના આધારે આ પ્રક્રિયા કરવામાં આવી હતી.કડી તાલુકામાં કુલ 2,56,871 મતદાનના નામ યાદીમાં નોંધાય છે.જ્યારે 33,574 મતદારો નાં નામ કમી કરવામાં આવ્યા છે.બાકી રહી ગયેલ મતદારો તમામ વિગતો www.voters.eci.gov.in વેબસાઈટ પર મળી રહેશે.18 જાન્યુઆરી 2026 સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે