કાલોલ: કાલોલથી મલાવ રોડ પર આંટા ગામે પડેલા વૃક્ષો હટાવી વાહનવ્યવહાર ફરીથી શરૂ કરાયાં.
ચોમાસાની ઋતુમાં પવન અને છેલ્લા ત્રણેક દિવસથી વરસાદના કારણે કાલોલમાં પણ મલાવ થી કાલોલ રોડ પર આવેલા આંટા ગામ પાસે રસ્તા પર વૃક્ષો પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું જેમાં વહીવટી તંત્રની સતર્કતા અને વનીકરણ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી. ટીમે સમયસર પડી ગયેલા વૃક્ષોને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો. જ્યાં આના કારણે જિલ્લાના મુખ્ય વાહનવ્યવહારના માર