કાલોલ: કાલોલમાં જમીન વિવાદમાં જૂની અદાવતે ધીંગાણું: સામસામે હુમલો થતાં ૮ ઈસમો સામે સામસામી ફરિયાદ
કાલોલના ડેરોલ સ્ટેશન રોડ પર ફાયર બ્રિગેડ ઓફિસ નજીક ધરમપુરીની જમીન બાબતે ચાલી આવતી જૂની અદાવત અને કોર્ટ કેસનું મનદુખ રાખી બે જૂથ વચ્ચે જૂથ અથડામણ અને મારામારીની ઘટના સામે આવી છે. આ મામલે કાલોલ પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે કુલ ૮ ઈસમો સામે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાહુલકુમાર કંચનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતા કંચનભાઈ શાકભાજી વેચી રહ્યા હતા ત્યારે અશોકભાઈ ભાઈલાલભાઈ પટેલ, નીલકુમાર અરૂણભાઈ પટેલ, રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ