પોરબંદર: ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપીની અટકાયત કરીને તેને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો
ગુજસીટોક જેવા ગંભીર ગુન્હાના આરોપીની પોલીસે અટકાયત કરી અને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે. ઓડદરના કુખ્યાત રમેશ છેલાણાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો. પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમદાવાદની જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા LCB ઇન્ચાર્જ PI આર.કે.કાંબરીયાએ વોરંટની બજવણી કરી અમદાવાદની જેલમાં ધકેલ્યો.