નવસારીના જલાલપોરમાં ઓંજલ દરિયાકિનારે આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું.
મહેસૂલ અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ અંદાજે 6,000 ચોરસ મીટર સરકારી ખારપાટની જમીન મુક્ત કરાવાઈ.
વર્ષ 2013માં આ સ્થળેથી દબાણ હટાવાયું હોવા છતાં અનુયાયીઓએ ફરીથી કબજો જમાવી શેડ અને ફેન્સિંગ ઊભા કર્યા હતા.
જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના કડક આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલો જેસીબી મશીનો સાથે સ્થળ પર પહોંચ્યો.
તંત્રએ ગેરકાયદે બનાવેલો પતરાનો શેડ, પેવર બ્લોક, તાર ફેન્સિંગ અને હવન કુંડ સહિતનું તમામ બાંધકામ જમીનદોસ્ત કર્યું.
સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારા તત્ત્વો સામે તંત્રની આ લાલ આંખથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો.
#navsari #navsarinews #tagnavsari #gujaratnews