ખંભાત: પ્રેસ રોડ પર રસ્તા પૈકીની સરકારી જગ્યા પરની બે માળની દુકાન પર બુલડોઝર ફેરવાયું.
Khambhat, Anand | Oct 10, 2025 શુક્રવારે વહેલી સવારથી તંત્ર દ્વારા ખંભાત પ્રેસ રોડ પર રસ્તા પૈકીની સરકારી જગ્યા પર બાંધેલ શોપિંગ સેન્ટર પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યો છે.મળતી વિગતોનુસાર, પ્રેસ રોડ પરની જગ્યા માટે નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોએ હરાજી યોજી મતિન વ્હોરાને જગ્યા ફાળવી ઠરાવ કરી આપ્યો હતો.જે ઠરાવને રદ કરવા વર્તમાન સત્તાધીશોએ પ્રાદેશિક કમિશનર વડોદરાની કચેરીમાં પડકાર્યો હતો. પરિણામે પ્રાદેશિક કમિશનરના હુકમને આધારે પાલિકાએ દુકાનને તોડી પાડવામાં આવી હતી.