મુન્દ્રા: મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત: મોટી જાનહાની ટળી, કાયમી પોલીસ પોઇન્ટની માંગ
Mundra, Kutch | Oct 3, 2026 મુન્દ્રા શહેરમાં અવારનવાર સર્જાતા અકસ્માતોના બનાવો વચ્ચે આજે ફરી એકવાર અકસ્માત ઝોન ગણાતા રાશાપીર સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિકથી અતિ ધમધમતા આ સર્કલ પાસે ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કાર દબાઈ ગઈ હતી, પરંતુ સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થતાં મોટી જાનહાની ટળી છે.