કાલોલ: વેજલપુરમા ઉર્દૂ શાળાથી રોહિતવાસ તરફના ૫ લાખના ખર્ચે બનનારા નાળાનું નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત
વેજલપુર ગામે વિકાસના કાર્યોને વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વેજલપુર ગામમાં આવેલ ઉર્દૂ શાળાથી રોહિતવાસ તરફ જતા રસ્તા પર સ્થાનિકોની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને, અંદાજે રૂપિયા ૫ લાખના ખર્ચે નવનિર્માણ પામનારા નાળાનું ખાતમુહૂર્ત આજ રોજ વિધિપૂર્વક સંપન્ન થયું છે.આ ખાતમુહૂર્ત વિધિ નવનિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ નિરજકુમાર પટેલ ના વરદ હસ્તે કરવામાં આવી હતી. રસ્તાની એક બાજુ આવેલ ઉર્દૂ શાળામાં અંદાજીત ૧૦૦૦ જેટલા બાળ