સાવલી: પોઇચા ગામે વાડામાં લોખંડનો શેડ બનાવવા બાબતે પાડોશીઓએ યુવક ઉપર હુમલો કર્યો
Savli, Vadodara | Jun 30, 2024 પોઇચા (રા) ગામે રહેતા કમલેશસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના ઘરના વાડામાં લોખંડનો શેડ બનાવી રહ્યા હોય જે દરમિયાન તેઓની પાસે રહેતા હરીય સિંહ તેમ જ તેઓના પત્ની ગીતાબેન આવેલ હોય અને તારે અમારી જમીનમાં શેડ બનાવવાનો નથી તેમ કહી કમલેશ સિંહ પર લાકડા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.