મણિનગર: વસ્ત્રાલમાં મારામારી કેસમાં પોલીસે આરોપી ઝડપી કાર્યવાહી હાથ ધરી
વસ્ત્રાલમાં સ્કૂલમાં પાણીના છાંટા ઉડવા બાબતે બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. ક્રિકેટ મેદાનમાં દંડા અને બેલ્ટ વડે હુમલો કરી, પુરઝડપે કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે રામોલ પોલીસે વિશેષ ઉર્ફે ગામુ અને શિવા સહિત બે યુવકો અને ત્રણ સગીરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.