કાલોલ: સમા નર્મદા કેનાલ સ્થિત દેવછોટીયા મહારાજનો 16મો પાટોત્સવ ત્રિદિવસીય વિષ્ણુયાગથી ઉજવાયો
કાલોલ તાલુકાના સમા ગ્રામ પંચાયત વિસ્તારમાં પસાર થતી નર્મદા મેઈન કેનાલ સ્થિત "દેવનો દગો નહીં અને દગાવાળાનો દેવ નહીં"ની અટલ શ્રદ્ધાથી વિરાજમાન સુપ્રસિદ્ધ દેવછોટીયા મહારાજના ૧૬માં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.