તળાજા: તળાજામાં 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને ₹77 લાખની સાધન સહાય
તળાજા ખાતે આજે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ITI તળાજા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં 800થી વધુ વરિષ્ઠ નાગરિકોને રૂ.77 લાખથી વધુની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગર-બોટાદના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા, ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તળાજા ડેપ્યુટી ક