ગાંધીનગરના રૂપાલમાં આજે વરદાયિની માતાજીનો પલ્લી મેળો યોજાયો છે, જેમાં 27 ચકલામાંથી પલ્લી પર લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક થશે. અંદાજે 10 લાખ લોકો મેળામાં ભાગ લેશે. મેળાની સુરક્ષા માટે 700થી વધુ પોલીસ અને ટ્રાફિક જવાનો તૈનાત છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દુકાનોનું સ્થળ પર ચકાસણી કરશે.