લાલપુર: લાલપુરના ટેભડા ગામમાં દારૂના દરોડા, 1,600નો મુદ્દામાલ ઝડપાયો
લાલપુર પોલીસે ટેભડા ગામની આકડીયાર સીમમાં બાવળની ઝાડીમાંથી 7 લીટર દેશી દારૂ અને કાચો આથો મળી કુલ 1,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન આરોપી સુલેમાનભાઈ મામદભાઈ કુરેશી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.