તારાપુર: તારાપુરના જલ્લાના માથાભારે ઓવેશમીંયા મલેક 2 વર્ષ માટે 4 જિલ્લામાંથી તડીપાર
Tarapur, Anand | Jul 11, 2026 જલ્લા ગામે રહેતો ઓવેશમીંયા ઉર્ફે નવો ઉર્ફે ટકો મલેક વિરુદ્ધ સને 2019માં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ 2023માં આર્મ્સ એક્ટ, 2024માં મારામારી, 2025-26માં ઘરમાં ઘુસીને મારામારી તેમજ ધાકધમકી આપ્યાના ગુનાઓ દાખલ થયા હતા. જેથી તારાપુર પોલીસે તેને તડીપાર કરવાની એક દરખાસ્ત તૈયાર કરીને નાયબ કલેકટરને મોકલી આપવામાં આવી હતી. તેની ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને આણંદ,ખેડા,અમદાવાદ,અને વડોદરા જિલ્લામાંથી આગામી 2 વર્ષ માટે તડીપાર કર્યો.